top of page

નાટકનો ૧૦૫ - ૧૦૬ મો અંક આપના હાથમાં છે 
 (નાટક ૧૦૫ સપ્ટેમ્બર - ડિસેમ્બર ૨૦૨૩
)

ડૉ. અંજના પુરીની સશક્ત કલમથી નાટકના વાચકો સુપેરે પરિચિત છે જ .  નાટકના આજના નવા અંક ૧૦૫ નું મુખપૃષ્ઠ તેમની  કલાવિષયક અભિવ્યક્તિની  અન્ય  સમૃદ્ધ બાજુ છતી કરે છે . નાટક ૧૦૫ નું મુખપૃષ્ઠ ડૉ. 
અંજના પુરીને  હાથે દોરાયેલા રેખાચિત્ર થકી શોભે છે.
આ અંક એકંદરે નાટય સંગીત અંક છે તેમ કહીએ  તો અસ્થાને નહિ ગણાય. કારણ કે  ડૉ.પુરીના લેખ ઉપરાંત  દિગ્દર્શક અને સંગીતકાર બી.વી.કારંતના ઇન્ટરવ્યૂ નું સંકલન , મિહિર ભૂતાનો નાટય ગીતો અને ગતિ પરનો લેખ પણ તે બાબતને જ ઉજાગર કરશે. સાથે જ મન્વીતા બારાડી , યોગેશ , ડો વિજય સેવક , ડો. રાજુલ મહેતા, નટવર પટેલ, નગીન દવે જેવા લેખકોનો સથવારો તો ખરોજ !

અને..સાથેજ નાટક..
રાજેશ્વરી પટેલ દ્વારા નાટય લેખન યોજનાનું પુરસ્કૃત  એકાંકી નાટક  ' વ્યમેવ તપ્તા' પણ ખરું જ!

વાંચો...વંચાવો...નાટક

Download issue 105

નાટક ૧૦૬ જાન્યુઆરી - માર્ચ ૨૦૨૪

નાટક' સામાયિક ની શૃંખલામાં એક નવી કડી, નાટક  ૧૦૬નો આ અંક પ્રકાશિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ .

ગુજરાતના નાટય પ્રયોગો સાથે સઘન રીતે  જોડાયેલા , બેસ્ટ એકટર તરીકે પુરસ્કૃત ડૉ. ભાનુપ્રસાદ  ઉપાધ્યાયની કલમે   ગુજરાતી રંગભૂમિ વિષયક  તેમના લેખનો પૂર્વાર્ધ  , ડો. રાજુલ મહેતાની કલમ સાથે ભવાઈની રસપ્રદ યાત્રાનો નવો મણકો ,  ડૉ. અંજના પુરી  સાથે નાટ્ય સંગીતના માહિતીપૂર્ણ લેખોનો રસાસ્વાદ,  અમદાવાદમાં યોજાયેલ 'અભિવ્યક્તિ' અંતર્ગત  પ્રદર્શિત થયેલા નાટકોનો ઉપસંહાર શ્રી રાજુ બારોટ ની કલમે , ઉપરાંત   'ગુજરાતી સાહિત્યમાં નાટક સામયિક નું પ્રદાન ' વિષય સાથે પીએચ.ડી કરી રહેલા યુવા લેખિકા  ચેતના ગોરનો 'સંસ્કૃત સાહિત્યના મુખ્ય નાટ્યકારો' વિષય સાથે સુંદર લેખ.

સાથેજ એક નાટક તો ખરું જ ! હસમુખ બારાડીનું ગુજરાતી નાટક  'હીરો' , હિન્દી ભાષામાં .

ચાલીસ પાનાનો , ગુજરાતી નાટકો વિશે  માહિતીપ્રદ ખજાનો ,  ગુજરાતી ભાષામાં.

વાંચો , વંચાવો... નાટક

Download issue 106

bottom of page